જેમણે ભારતની આર્થિક, રાજનૈતિક, શૈક્ષણિક અને સામાજિક વ્યવસ્થાને સુનિયોજીત બનાવી રાખવાની એક ઉત્કૃષ્ટ બૌદ્ધિક પરંપરાને જન્મ આપ્યો. પોતાની કૂટનીતિઓથી શત્રુઓનું દમન કર્યું, પોતાની પ્રતિભાથી સંસ્કૃત સાહિત્યને મહત્વપૂર્ણ બનાવ્યું. ત્યાગ અને બુદ્ધિમત્તાથી ભારતનું ગૌરવ વધાર્યું, જેમણે આજીવન ચરિત્ર, સ્વાભિમાન અને કર્તવ્યનિષ્ઠાને પ્રમુખતા આપી, એ પુરુષશિરોમણીનું નામ ચાણક્ય છે. તેઓ બુદ્ધિથી તીક્ષ્ણ, ઈરાદાના પાક્કા, પ્રતિભાના ધની, દૂરદર્શી અને યુગ-નિર્માતા હતા, એમના જીવનનો એક ઉદ્દેશ્ય હતો - 'बुद्धिर्यस्य बलं तस्य'। પ્રસ્તુત સંસ્કરણ વાચકોને સરળતાથી સમજમાં આવી જાય એ માટે સરળ, સુસ્પષ્ટ અને બોધગમ્ય ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે. મારું માનવું છે કે આ અથાગ જ્ઞાનરૃપી ગ્રંથનું અધ્યયન મનુષ્યએ પોતાના જીવનકાળમાં એક વાર અવશ્ય કરવું જોઈએ.
A practical guide to defining and attracting reluctant readers is divided into three parts: "Tips That Work," "Titles That Work," and "Tools That Work."